ગાંધીનગર એલસીબી દ્વારા શહેરના અલગ અલગ સેક્ટરોમાંથી સાયકલ અને મોબાઈલ ચોરી જનારા બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. જેમની પાસેથી 28 સાયકલ અને 4 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 1.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એલસીબીની ટીમે બાતમીના આધારે સેક્ટર 24 ઇન્દિરા નગર વસાહતમાં રહેતા અઝરુદ્દીન ઉર્ફે અજરૃ ઉમરખાન બલોચને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી 4 નંગ મોબાઇલ અને 24 જેટલી સાયકલો કબ્જે કરવામાં આવી હતી. ત્યારબાદ સેક્ટર 21માં રહેતા મુકેશ ચેતનભાઇ ભુંડિયાને પણ ઝડપી લેવામાં આવ્યો હતો.
જેની પાસેથી ચાર સાયકલ કબ્જે કરવામાં આવી હતી. આ આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમણે કબુલાત કરી હતી કે, ગાંધીનગર શહેરમાં ટયુશન ક્લાસીસ આસપાસ રેકી કરીને આ સાયકલોની ચોરી કરવામાં આવી હતી. એટલું જ નહીં એકલદોકલ વ્યક્તિને રોકી તેની પાસેથી મોબાઇલ પણ ઝૂંટવી લેવામાં આવ્યા હતા. હાલ પોલીસે 1.11 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન ગાંધીનગર શહેરમાં થયેલી અન્ય ચોરીની ઘટનાઓનો ભેદ પણ ઉકેલાઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application