લોકસભા સામાન્ય ચૂંટણીના મતદાન તા. ૦૭મી મે, ૨૦૨૪ના રોજ યોજાનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન વધુમાં વધુ થાય તેવા ઉમદા આશયથી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલદવેએ આજે KNOW YOUR POLLING STATION કાર્યક્રમ અંતર્ગત વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી હતી. મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ૧૦૦ ટકા મતદાન કરવા અપીલ પણ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ કરી છે. ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચેય વિધાનસભા મતદાર વિભાગમાં વધુમાં વઘુ મતદાન થાય તેવા શુભ આશયથી મતદાન જાગૃત્તિના અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી મેહુલદવેએ ’ તમારા મતદાન મથકને જાણો’ (KNOW YOUR POLLING STATION) કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર (ઉ) વિધાનસભા મતદાન મથકોની મુલાકાત લીધી હતી. ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએજે.એમ.ચૌધરી સાર્વજનિક હાઈસ્કુલ સેક્ટર-૭ ના બુથ નં.૧૩૯, ૧૪૦ તથા ૧૪૧, સરદાર વલ્લભભાઈ પટેલ વિધામંદિર સેક્ટર-૭ ના બુથ નં.૧૩૫ થી ૧૩૮, સરકારી પ્રાથમિક શાળા સેક્ટર-૮ ના બુથ નં.૧૪૨ થી ૧૪૪ તથા નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી સેક્ટર-૯ ના બુથ નં.૧૪૫ તથા જુની ગ્રામ પંચાયત કચેરી વાવોલનાબુથ નં.૭૮, ૮૨ તથા ૮૩ ની રૂબરૂમાં મુલાકાત લીધી હતી.
મતદાન મથકની મુલાકાત દરમ્યાન ત્યાં હાજર રહેલમતદારો સાથે ચર્ચા કરી હતી. લોકસભા સામાન્ય ચૂંટણીમાં ૧૦૦% મતદાન થાય તે બાબતે અપીલ પણ કરી હતી. ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલદવેએ આ મુલાકાત દરમ્યાન નિયત થયેલ મતદાન મથક માટેના રૂમ, મતદાન મથકો પરની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા, વ્હીલચેરનીઉપલબ્ધી તથા સહાયતા કેન્દ્ર સંદર્ભેસુનિશ્વિત થયેલ વ્યવસ્થાનીખાત્રી કરી જાત નિરીક્ષણ કર્યું હતું. તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ બાબતે યોગ્ય કાર્યવાહી થવા તથા મતદાન મથકો પર પ્રાથમિક તમામ વ્યવસ્થાઓ કરવા જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500