દહેગામ તાલુકાનાં સાંપા નજીક રામપુરા ખાતે કૌટુંબિક ભાણીયાના મામેરામાં આવેલા ડભોડા નજીક બૂટાકીયા ગામના યુવાને રામપુરાની સીમ ખાતે લીમડાનાં ઝાડ પર લટકી કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી, જયારે બીજી તરફ આવતી લગ્નની ખુશી માતમમાં ફેરવાઇ હતી. તો બીજી તરફ બનાવની જાણ થતા રખિયાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, દહેગામ તાલુકાના સાંપા નજીક રામપુરા ખાતે પોતાના કૌટુંબીક ભાણીયાના લગ્ન પ્રસંગે મામેરૂ લઈને ગાંધીનગરનાં ડભોડા પાસે બૂટાકીયા ગામે રહેતો ગોપાલજી પ્રભાતસિંહ સોલંકી (ઉ.વ.21) નામનો યુવાન પણ આવ્યો હતો રાત્રિના સમયે મામેરાની વિધિ પૂર્ણ થયા બાદ ગોપાલજી તેની બાઈક લઈને પોતાના ઘરે જવા નીકળ્યો હતો.
તે દરમિયાન સાંપા ગામની સીમના એક ખેતરના શેઢા પર લીમડાના ઝાડ સાથે લટકી આત્મહત્યા કરી લીધી હતી સવારે તે માર્ગ પરથી પસાર થતા લોકોએ યુવકને આત્મહત્યા કરેલી હાલતમાં જોતા ભેગા થઇ ગયા હતા અને આ બનાવ અંગે અવનવી નવી ચર્ચાઓ કરી રહ્યા હતા. બીજી તરફ આ ઘટના અંગેની જાણ રખીયાલ પોલીસ મથકમાં કરવામાં આવતા પીએસઆઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચી લાશનો કબજો લઇ પેનલ ડોકટરની મદદથી પીએમ કરાવવા રખિયાલના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ ગયા હતા. સાપર ગામે લગ્ન પ્રસંગે આવેલા યુવાનની આત્મહત્યાની ઘટનાથી લોકોમાં ચકચાર મચી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application