કલોલ તાલુકાના ધમાસણા ગામે રહેતો શખ્સ વ્યાજખોરોના ત્રાસથી પોતાનું ઘર છોડીને લાપતા બન્યો છે તેણે પોતાની પત્નીને લખેલી ચિઠ્ઠીમાં વ્યાજખોરો તેને પૈસા માટે હેરાન પરેશાન કરીને ધમકી આપતા હોવાનું જણાવતા તેની પત્નીએ પોલીસ મથકમાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કલોલનાં ધમાસણા ગામે રહેતો સમીર જયંતીભાઈ પટેલ (ઉ.વ.41) જેઓ તા.30 એપ્રિલનાં રોજ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાં ચાલી ગયો છે? જોકે લાપતા થયેલ સમીર અંગે તેની પત્ની નીલમ પટેલે પોલીસ મથકમાં જાણ કરી હતી. ત્યારબાદ નીલમને તેના પતિએ એક પત્ર લખ્યો હતો જે તેને સ્પીડ પોસ્ટ દ્વારા મળ્યો હતો આ પત્રમાં જણાવ્યા અનુસાર તેને વ્યાજ ખોરો હેરાન કરતા હોવાથી તે ઘર છોડીને ફરાર થઇ ગયો છે.
આ ચિઠ્ઠીમાં જણાવ્યા અનુસાર, જલુંદ ગામે રહેતા રાજુભાઈ ભીખાભાઈ રબારી પાસેથી તેમણે 15 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે બે વીઘા જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હોવા છતાં તે પૈસાની ઉઘરાણી કરતો હતો અને 8 લાખ રૂપિયા બાકી કાઢયા હતા અને તે 8 લાખ આપી દેવા દબાણ કરતો હતો તેમજ જલુંદના જ જેસંગ ભાઈ ભીખાભાઈ રબારી પાસેથી રૂપિયા 9 લાખ લીધા હતા 9 લાખ રૂપિયા તેમણે મકાન વેચીને જેસંગ ભાઈને સુપત કરેલ હોવા છતાં તેઓ દોઢ વિઘા જમીનનું લખાણ આપેલ હતું. તે પરત આપતા નથી તેમ જ જીવાભાઇ ભીખાભાઈ રબારી પાસેથી તેમણે રૂપિયા 5 લાખ વ્યાજે લીધા હતા.
આ 5 લાખ રૂપિયાનો ત્રણ મહિનાનો 1800000 વ્યાજ ગણ્યું હતુ અને 18 લાખનો 20 મહિનાનું 10 ટકા લેખે વ્યાજ આપવાનો હિસાબ બાકી હતો આ ત્રણેય જણા અવારનવાર ત્રાસ આપતા હતા અને ધમકીઓ આપતા હતા તેમજ દશરથભાઈ પટેલ પાસેથી રૂપિયા 12,5000 લીધા હતા જેની સામે 4 લાખ રૂપિયા પાછા આપી દીધા હોવા છતાં તે ચેક પરત આપતા ન હતા તેમજ જેલાભાઈ ભુલાભાઈ દેસાઈ પણ હિસાબ ચૂકતે કર્યો હોવા છતાં ચેક પરત આપતા નથી અને વારે ઘડીએ ફોન કરીને પૈસાની ઉઘરાણી કર્યા કરે છે.
તેથી તેઓ બોર પર જઇ શકતા નથી અને ઘરે પણ રહી શકતા નથી અને તેના કારણે ઘર છોડીને ગયા હોવાનું ચિઢ્ઢીમાં જણાવેલ છે જેના આધારે સમીરભાઈના પત્ની નીલમબેનએ પોલીસ મથકમાં જીવાભાઈ ભીખાભાઈ રબારી તથા રાજુભાઇ ભીખાભાઈ રબારી અને જેસંગભાઈ ભીખાભાઈ રબારી (ત્રણેય રહે.જલુંદ, જિ.ગાંધીનગર) તથા દશરથભાઈ પટેલ (રહે.વડું) અને ભુરાભાઈ જલાભાઈ રબારી (રહે.સદાસપુર) સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500