Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બંધ મકાનમાંથી અજાણ્યા તસ્કરો ઘરેણાં અને રોકડની ચોરી કરી ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

  • December 14, 2021 

ગાંધીનગર શહેર નજીક આવેલા લવારપુર ગામમાં એક જ રાત્રીએ અજાણ્યા તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને ત્રણ બંધ મકાનના તાળાં તોડયા હતા. જોકે એક મકાનમાંથી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી 8.20 લાખની ચોરી કરવામાં સફળ રહયા હતા. સવારના સમયે ગ્રામજનોને ચોરી અંગે જાણ થતાં ભારે દોડધામ મચી હતી અને આ મામલે ડભોડા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરી અજાણ્યા તસ્કરોને ઝડપી પડવાની કામગીરે શરુ કરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, લવારપુર ગામમાં ગતરોજ રાત્રીનાં સમયે અજાણ્યા તસ્કરોએ એક સાથે ત્રણ મકાનના તાળાં તોડયા હતા. જોકે એક જ મકાન માંથી તસ્કરો 8.20  લાખની ચોરી કરી ફરાર થવામાં સફળ થયા હતા. જોકે કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય હિમાંશુ ઘનશ્યામભાઈ પટેલે ફરીયાદ નોંધાવી હતી કે, તે તેમના પરિવાર સાથે ડભાણ રહે છે. જયારે તેમના માતાપિતા અને ભાઈ લવારપુરના મકાનમાં રહે છે. રાજકોટના સરધાર ખાતે સ્વામિનારાયણમાં મૂર્તિ પ્રતિષ્ઠા હોવાથી પ્રથમ તેમના ભાઈ અને માતા તા.9મી ડીસેમ્બરે ગયા હતા અને ત્યારબાદ તા.11 ડીસેમ્બરે તેમના પિતા લવારપુરનું મકાન બંધ કરી રાજકોટ ગયા હતા.તે દરમિયાન તેમના કાકા કાકી મકાનની દેખરેખ રાખતાં હતા. પરંતુ ગતરોજ રાત્રીએ મકાનને તાળું મારેલું હતું જયારે બીજા દિવસે સવારના સમયે કાકી દક્ષાબેને જોયું તો મકાનનું તાળું તુટેલું હતું. જેથી હિમાંશુભાઈને જાણ કરતાં તેઓ લવારપુર પહોંચ્યા હતા અને ઘરમાં તપાસ કરતાં અંદરના રૂમની તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી 8.20 લાખની મત્તા ચોરાઈ હતી. ગામમાં નજીકમાં જ રહેતાં વિજયભાઈ મણીભાઈ અને બ્રિજેશ શંકરભાઈ પટેલના મકાનનું પણ તાળું તુટયું હતું. જોકે આ મકાનોમાંથી કોઈ ચોરી થઈ નહોતી. બનાવ અંગે ડભોડા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application