ગાંધીનગર શહેર નજીક એરફોર્સ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડીંગમાં કોર્પોરલ તરીકે કામ કરતાં જવાને રેલ્વે ટીકીટનું રીફંડ મેળવવા માટે એસબીઆઈના કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો જે ડીસ્કનેકટ થયા બાદ સામેથી એક ઈસમનો બેન્કના નામે ફોન કરીને એકાઉન્ટની વિગતો મેળવીને ખાતામાંથી રૂપિયા 54 હજાર રૂપિયા ઉપાડી લેતાં ચિલોડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચિલોડાની આસ્થા સોસાયટીના મકાન નંબર/ઈ/304માં રહેતા પ્રમોદકુમાર રાજેન્દ્રપ્રસાદ સૈનીએ ગત તા.4 જુલાઈના રોજ તેમના મોબાઈલથી રેલવેની એપ્લીકેશનમાંથી દીલ્હીથી ગુવાહાટીની ટ્રેન ટીકીટ બુક કરાવવા માટે રૂપિયા 2644/-નું પેમેન્ટ કર્યું હતું. જોકે, ટ્રેનની ટીકીટ બુક નહીં થઈ હોવા છતાં એસબીઆઈના ખાતામાંથી રૂપિયા કપાઈ ગયા હતા. ત્યારબાદ આ બાબતે રેલ્વેના કસ્ટમર કેર ઉપર ફોન કરતાં સર્વર ડાઉન થઈ ગયું હોવાથી ટીકીટ નહીં બુક થઈ હોવાનું જણાવ્યું હતું અને પેમેન્ટ પેન્ડીંગ હોવાથી તેમણે એસબીઆઈ બેન્કના કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો જે કનેકટ થયો નહોતો. જોકે, સામેથી એક ઈસમે ફોન કર્યો હતો અને પોતે એસબીઆઈ કસ્ટમર કેરમાંથી બોલતો હોવાની વાત કરી હતી. જેથી પ્રમોદકુમારે પેમેન્ટ સંદર્ભે વાત કરતાં સીનીયરને ફોન ટ્રાન્સફર કરવાનું કહયું હતું. ત્યારબાદ સામેના ઈસમે તમારૂ ટ્રાન્જેકશન થયેલું છે તેને કેન્સલ કરવા માટે એક કોડ મોકલુ છુ અને આ કોડ યુપીઆઈ પીન નંબર નાંખી બેલેન્સ ચેક કરો તેમ કહેતા તેમના ખાતામાંથી રૂપિયા 49010/- કપાયાનો મેસેજ આવ્યો હતો. ત્યારબાદ તેઓ લોગ આઉટ થયા હતા અને ત્યારબાદ તેના ખાતામાંથી પરત રૂપિયા 4999/- પણ કપાયા હતા. આમ, અજાણ્યા ઈસમોએ ખાતામાંથી કુલ રૂપિયા 54 હજાર ઉપાડી લીધા હતા. બનાવ અંગે સાયબર ક્રાઈમમાં ફરીયાદ કર્યા બાદ ચિલોડા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application