આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભાવે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને ધ્યાનમાં રાખીને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સપ્ટેમ્બર માસનું અન્ન લાભાર્થીઓ પાંચમી ઓક્ટોબર સુધી મેળવી શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે ગાંધીનગર જિલ્લાના ૧.૬૬ લાખથી વધુ કાર્ડધારકો હવે આગામી 5મી તારીખ સુધી ઘઉં, ચોખા, તેલ, ખાંડ અને મીઠું સહિતનું અન્ન મેળવી શકશે.
કોરોનાના કપરાકાળમાં ગરીબોની હાલત દયનીય બની ગઇ છે આવી સ્થિતિમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરવામાં આવી છે અને આ રાષ્ટ્રીય યોજના અંતર્ગત ગરીબી રેખાની નીચે જીવતા પરિવારોને રાહતદરે અન્નનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ચાલુ માસમાં અન્ન મેળવવાની અવધી વધારવામાં આવી છે. આ અંગે ગાંધીનગર જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું વિનામુલ્યે વિતરણ તથા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળના સમાવિષ્ટ લાભાર્થીઓને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું રાહતદરનું સપ્ટેમ્બર માસનું વિતરણ ચાલુ છે. હાલ વર્ષાઋતુ તથા રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ ને રાજ્યના એનએફએસએ હેઠળના સમાવિષ્ટ લાભાર્થીઓ બન્ને યોજના હેઠળના મળવાપાત્ર લાભથી વંચિત ન રહે તે હેતુસર સપ્ટેમ્બર-2021ના પીએમજીકેએવાય યોજનાનાના ઘઉં તથા ચોખાના વિનામુલ્યે વિતરણની તથા એનએફએસએ-2013 હેઠળના સમાવિષ્ટ લાભાર્થીઓને ઘઉં, ચોખા, ખાંડ, દાળ, તેલ ,મીઠું જેવી આવસ્યક ચીજવસ્તુઓના સપ્ટેમ્બર માસના વિતરણની મુદ્દત આગામી ઓક્ટોબર-2021 માસની પાંચમી તારીખ સુધી લંબાવવામાં આવે છે. ગાંધીનગર જિલ્લામાં આ યોજનાનો લાભ સરેરાશ 1.66 લાખથી વધુ પરિવારો લઇ રહ્યા છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500