ગાંધીનગર શહેર તેમજ આસપાસનાં વિસ્તારમાં ઘરફોડ ચોરીનાં બનાવ વધી રહ્યા છે ત્યારે શહેરનાં સેક્ટર-1 સીમાં આરોગ્ય વિભાગમાંથી નિવૃત્ત થયેલા મહિલા અધિકારીનાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તેમાંથી રોકડ, ચીજવસ્તુ મળી 79 હજારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ઘટના અંગે સંદર્ભે સેક્ટર-7 પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પાટનગરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ હવે સાવ સામાન્ય બની ગઈ છે. ખાસ કરીને તસ્કર ટોળકી બંધ મકાનોને નિશાન બનાવી તેમાંથી કિંમત માલ સામાન ચોરી રહી છે ત્યારે ગાંધીનગર શહેરનાં વીઆઈપી ગણાતા એવા સેક્ટર-1 સીમા તસ્કરોએ અમદાવાદ કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયેલા મહિલા અધિકારીના ઘરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સેક્ટર-1 સી પ્લોટ નંબર 249/2માં રહેતા નિવૃત્તિબેન કંદન માકડે ફરિયાદ નોંધાવી હતી કે, તે અમદાવાદ કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગમાંથી નિવૃત્ત થયા છે અને તેમના પુત્રને નેઇલ રિમૂવરની સર્જરી કરાવવાની હોવાથી પરિવાર સાથે રાજકોટ ગયા હતા અને તેમનું મકાન બંધ કર્યું હતું. તે દરમિયાન તેઓ ઘરે પરત ફરે ત્યારે મકાનનાં મુખ્ય દરવાજાનું ઇન્ટરલોક તૂટેલી હાલતમાં હતું અને ઘરમાં તપાસ કરતા તિજોરીમાંથી ભગવાનની મૂતઓ રોકડ તેમજ અન્ય ચીજ વસ્તુ મળીને 79 હજારની ચોરીને તસ્કરો પલાયન થઈ ગયા હતા. જેથી આ સંદર્ભ સેક્ટર-7 પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરી તસ્કરોને પકડી પાડવા માટેની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application