ગાંધીનગર જિલ્લાના મોટા ચિલોડા ખાતે વહેલી સવારે એક ટ્રક સર્કલે ઘુસી ગઈ હતી. આ ટ્રક ગાંધીનગરથી વાયા ચિલોડા પુના તરફ જઈ રહી હતી. જોકે સોડિયમ કાર્બોનેટ ભરેલી ટ્રક સર્કલે ઘુસી જતા તેના આગળના પૈડાં ટ્રકથી નીકળી અલગ થઈ ગયા હતા. બનાવની વિગત એવી છે કે, વહેલી સવારે ટ્રક નંબર આરજે/19/જીઓ/2014 ગાંધીનગરથી ચિલોડા થઈને પુના તરફ જઈ રહી હતી. તે સમય દરમિયાન ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રક ચાલકે ટ્રક સર્કલ સાથે અથડાવી દઈ અકસ્માત સર્જાયો હતો.જોકે આ અકસ્માત બાદ આ ટ્રકને સ્થળ પરથી ખસેડવા ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે ટ્રકમાં ભરેલા 1200 કિલોના સોડિયમ કાર્બાનેટ સોડાએશના 20 થેલા એટલે કે 24 ટન વજન તથા ટ્રકના વજનને લીધે ક્રેન પણ સ્થળ પર પલ્ટી ખાઈ ગઈ હતી. ત્યારબાદ બીજી ક્રેન લાવવામાં આવી હતી. જેનાથી ટ્રકમાંથી 20 થેલા ખાલી કરી ટ્રકને ખસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ સ્થળ પર પોલીસ જવાન અને હોમગાર્ડજવાને જાહેર માર્ગ પર સર્કલે ટ્રાફિક જામ ન થાય તે માટે ટ્રાફિક નિયમનની કામગીરી સંભાળી હતી. જયારે આ અકસ્માતમાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application