Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફાયર એનઓસી વગર ચાલતી સરકારી પ્રાથમિક શાળા તંત્ર દ્વારા સીલ કરાઈ

  • October 05, 2021 

ગાંધીનગરના માણસા શહેરમાં આવેલી પ્રાથમિક કુમાર શાળા નંબર-૨ના બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની ગાઇડલાઇન મુજબ ફાયર એન.ઓ.સી મેળવવાની હોય છે પરંતુ આ શાળાએ વારંવારની નોટિસો આપ્યા બાદ પણ એન.ઓ.સી મેળવી ન હતી જેથી પાલિકા દ્વારા ચાલુ શાળા સમય દરમ્યાન વિદ્યાર્થીઓને શાળાની બહાર મોકલી શાળાને સીલ કરી દેવામાં આવી હતી અને સમગ્ર મામલે સરકાર તરફથી ગ્રાન્ટ આવી ન હોવાથી ફાયરના સાધનોની ખરીદી થઈ શકી નથી તેવું  તાલુકા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાજ્યમાં અવાર નવાર આગની બનતી ઘટનાઓ તેમજ સુરત મા થયેલ અગ્નિકાંડના બનાવ બાદ રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ હોસ્પિટલો મોટા ઉદ્યોગ એકમો તેમજ જાહેર સ્થળોએ સલામતીના ભાગરૂપે ફાયરસેફ્ટીનો કડક અમલ શરૂ કરાવ્યો છે અને તેમાં પણ હાઇકોર્ટની ટકોર બાદ ફાયર સેફ્ટીની એન.ઓ.સી સિવાય ચાલતા એકમોને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગતરોજ માણસા શહેરમાં આવેલી પ્રાથમિક કુમાર શાળા નંબર-૨માં ફાયર સેફટી એન.ઓ.સી મેળવી ન હોવાથી માણસા નગરપાલિકા દ્વારા શાળાને સીલ મારી દેવામાં આવું છે આ શાળાને ત્રણ મહિના અગાઉ ફાયર સેફટી બાબતે જરૂરી વ્યવસ્થા ગોઠવી એન.ઓ.સી મેળવી લેવા જણાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ માણસાની ફાયરની ટીમે રૂબરૂ મુલાકાત લઇ ફાયર સેફટી માટે જરૂરી સામગ્રી અને સુવિધા બાબતે વ્યવસ્થા કરવાનું જણાવ્યુ હતું જેથી શાળાના આચાર્યએ સાધન સામગ્રીનો અંદાજ કઢાવી આશરે દોઢ લાખ રૂપિયાની જરૃરિયાત હોવાનું તાલુકા શિક્ષણ અધિકારીને જાણ કરી માહિતગાર કર્યા હતું.

 

 

 

 

 

પરંતુ તાલુકા કક્ષાએ ગ્રાન્ટ ન હોવાના કારણે તેમણે જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતથી વાકેફ કરી ગ્રાન્ટની માંગણી કરી હતી તેમ છતાં ગ્રાન્ટ ન મળવાના કારણે શાળામાં ફાયર સેફટી બાબતે કોઈ વ્યવસ્થા ઊભી થઈ શકી નહીં અને આ દરમિયાન નગરપાલિકા દ્વારા એન.ઓ.સી મેળવી લેવા માટેની નોટિસો મોકલવામાં આવતી હતી આખરે ગતરોજ નગરપાલિકાના ટાઉન પ્લાનીંગ આસિસ્ટન્ટ અને ફાયરની ટીમે આ શાળાએ પહોંચી વર્ગખંડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બહાર મોકલી શાળાના મુખ્ય દરવાજાને સીલ મારી દીધુ હતું જેથી આ શાળામાં ધોરણ-૬ થી ૮માં ભણતા ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે બાજુના કેમ્પસમાં આવેલ કન્યાશાળામાં અભ્યાસ માટેની વેકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application