કલોલમાં એક લગ્ન પ્રસંગે આવેલ રાહદારી મહિલાનાં ગળામાંથી 80 હજારની કિંમતનું મંગળસૂત્ર તોડીને બાઈક પર આવેલા 2 ચેઇન સ્નેચરો ચોરી કરી નાસી જતાં કલોલ શહેર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમદાવાદના માધુપુરા પ્રગતિ રેસિડેન્શિમાં રહેતા આઈટીઆઈનાં ઈન્ટ્રકટર સંજય અમૃતલાલ પટેલ ગતરોજ કલોલ શ્રીનાથ રેસિડેન્શિમાં રહેતાં ફોઇ કાંતાબેનનાં ઘરે લગ્ન પ્રસંગમાં પત્ની મિત્તલબેન તેમજ દીકરીને લઈને આવ્યા હતા. સવારે માંડવીની વિધિ પૂર્ણ કરી બપોરે મામેરાની પણ વિધિ પૂર્ણ થઈ હતી. બાદમાં મિત્તલબેનને કપડાં બદલવાના હતા. જે ગાડીમાં પડ્યા હતા અને સંજયભાઈએ ગાડી સોસાયટીથી થોડેક દૂર પંચવટી હોટલ ખાતે પાર્ક કરી હતી. જેથી પત્ની સાથે તેઓ પણ કપડાં લેવા સાથે ગયા હતા.ત્યારબાદ ગાડીમાંથી કપડાં લઈ લીધા પછી પરત તેઓ શ્રીનાથ સોસાયટી તરફ જઈ રહ્યા હતા તે સમયે સોસાયટીના ગેટ આગળના રોડ પર અચાનક બાઈક પર આવેલા 2 ચેઇન સ્નેચર પૈકી પાછળ બેઠેલા શખ્સે મિત્તલબેનના ગળામાંથી 80 હજારની કિંમતનું મંગળસૂત્ર તોડી લીધું હતુ અને કે આઈઆરસી કોલેજ તરફ ભાગી ગયા હતા. મિત્તલબેનએ સંજયભાઈએ બૂમાબૂમ કરી લુટારુની શોધખોળ કરી હતી પંરતુ કયાંય પત્તો લાગ્યો ન હતો. બનાવ અંગે કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application