ગાંધીનગર શહેરી વિસ્તારમાં ચાર-પાંચ દિવસે એક કેસ પ્રકાશમાં આવે છે જ્યારે જિલ્લામાં એક મહિનાથી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ સરકારી ચોપડે નોંધાયો નથી. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓના શિક્ષણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અગાઉ ઉચ્ચત્તર માધ્યમિક વિભાગની શાળાઓના દ્વાર ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ માધ્યમિક શાળાઓમાં પણ ઓફ લાઇન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી ધોરણ-૬ થી ૮ના વિદ્યાર્થીઓનું પણ શાળામાં ઓફ લાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ભુલી જવી જોઇએ નહીં. જેને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા કોરોનાના શંકાસ્પદ કેસ શોધવા માટે મથામણ ચાલી રહી છે એટલું જ નહીં સ્કુલમાં સંક્રમણ ફેલાય તે પહેલાં પોઝિટિવ દર્દી શોધીને આઇસોલેટ કરવા માટે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.
જે અંતર્ગત ગાંધીનગર શહેરી વિસ્તારમાં આવેલી સરકારી તેમજ ખાનગી સ્કુલોમાં કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખાસ સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં રેન્ડમલી બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવે છે. જેમાંથી કોઇ શંકાસ્પદ બાળક જણાય તો તેનો આરટી-પીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ૨૫ દિવસથી આ પ્રમાણે ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં વિદ્યાર્થીના નાક અને ગળામાંથી સેમ્પલ લેવામાં આવે છે જેનું લેબોરેટરી ટેસ્ટીંગ પણ કરાય છે. ૨૫ દિવસ દરમિયાન ૬૦થી વધારે સ્કુલના ૨,૬૧૬ વિદ્યાર્થીઓના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી એક પણ વિદ્યાર્થીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો નથી જે સારી બાબત કહી શકાય. જોકે, આગામી દિવસોમાં પણ આ પ્રકારે ટેસ્ટીંગ ચાલુ રાખવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application