તારાપુર-ખંભાત તાલુકાના ગ્રામિણ વિસ્તારોની એક વખત નીખૂબ સારી ગણાતી હાઈસ્કૂલો સમય જતાં તેનાં મકાનો જર્જરિત થવા લાગ્યા અને હાઇસ્કુલમાં શિક્ષણને લગતી વ્યવસાથો પણ ઘટતી ગઈ આખરે શાળાઓ એક મકાન બની રહે તે પહેલાં શાળા સંચાલક મંડળના આગેવાનો આચાર્યઓ અને ઈન્દ્રણજ ગામ પાસે આવેલ ડ્યુરાવીટ કંપની સંચાલકો સાથે ના સંવાદનો સુભગ સમન્વય થયો અને સી.એસ.આર. ફંડથી આ વિસ્તારના શિક્ષણમાં આ મુલ પરિવર્તન આવ્યું છે.
આવી કુલ નવ જેટલી શિક્ષણ સંસ્થાઓમાં પ્રાણ પુરવો જીવંતતા લાવવી જરૂરી બની હતી ગ્રામિણ જનોમાં પણ આનંદ અને ખુશી આવી છે. આમાં ઇન્દ્રણજ ગામની ગ્રામ પંચાયત પુસ્તકાલય, શહીદ વીર વિદ્યાલય, ઉત્તર બુનિયાદી હાઈસ્કુલ કનેવાલ, મોરજ ગામની વિદ્યાવિહાર પ્રા. શાળા, ખાનપુર પ્રા. સ્કુલ, વાલી પ્રા. શાળા, વાલંદપુરા પ્રા. શાળાઓનો સમાવેશ થાય છે. આવી શાળા અને હાઇસ્કુલને રીનોવેશન અને રંગ કામ, આધુ નિક સ્માર્ટ કલાસરૂમ, દીકરા દીકરી ઓમાટે અલગ બાથરૂમ વ્યવસ્થા, પીવાનું સ્વચ્છ પાણી અને બીજી ઘણી બધી વ્યવસ્થાઓથી સજ્જ કરવા માટે ઈન્દ્રણજ ગામ પાસે આવેલી ડ્યુરાવીટ (જર્મન) કંપનીએ આ બધી શિક્ષણ સંસ્થાઓને આધુનિક, સુવિધા સજ્જ, અને વિધાર્થીઓને શિક્ષકોને ગમે એવી બનાવવા માટે અને પોતાના સી.એસ.આર ફંડ માંથી ખર્ચ કરવા તૈયારી સાથે જિલ્લા વહીવટી તંત્ર, અને જેતે ગામ અગેવાનો સાથે વાર્તા લાપ શરૂ કર્યો અને સફળતા પણ મળી.
ઉપરોક્ત પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના આ મુલ પરિવર્તન અને બદલાવ તેમજ વિધાર્થીઓને સારી સગવડો મળે અને સ્માર્ટ કલાસરૂમ મળે તે માટે રૂ.૭૩ લાખ ઉપરાંતનો ખર્ચ કરીને પરિવર્તન લાવી દીધું અને એના ફળ સ્વરૂપે શિક્ષણની ગુણવત્તામાં વધારો થયો અને વિધાર્થીઓના પરિણામોમાં પણ સુધારો થયો છે. માત્ર શિક્ષણસંસ્થાઓજ નહીં પણ ગ્રામ પંચાયતના મકાનો પણ રીનોવેશન કરી સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા.
ડ્યુરાવીટ (જર્મન) કંપની ઇન્દ્રણજ દ્વારા જે જે પ્રા. શાળા અને હાઈસ્કુલને સુવિધાઓથી સજ્જ કરવાની જવાબદારી લીધી એ પૂર્ણ કરી છે એમ જણાવી મોરજ ગામની હાઇસ્કુલના આચાર્ય મયુરભાઈ વ્યાસે વધુમાં ઉમેર્યું કે, આ વિસ્તારની બધીજ શાળાઓમાં ખૂબ મોટો અને મહત્વનો બદલાવ આવ્યો છે સ્વચ્છતાનું પ્રમાણ વધ્યું, દીકરીઓની હાજરી વધી, સ્માર્ટ કલાસ રૂમથી વિદ્યાર્થીઓમાં તેજસ્વીતામાં વધારો થયો, અમારી સ્કુલમાં ધો.૧૨નું પરિણામ ૧૦૦ ટકા આવવા લાગ્યું એમ અમો ડ્યુરાવીટ કંપનીના સહયોગને કારણે પરિવર્તનને પામ્યા છીએ અને કંપની અને કંપનીના વહીવટ કર્તા સંદીપ સોની દ્વારા સુચારૂ પણે કરાયેલા કર્યોની અમો સરાહના કરીયે છીએ. કંપની દ્વારા આ શિક્ષણ સંસ્થાઓમાં ઉત્સવો, વાલી મંડળ સાથે બેઠકો સહીત અનેક
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500