Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૬ જુગારી ઓને ઝડપી પાડી કાર્યવાહી કરી

  • September 07, 2021 

ગાંધીનગરના અડાલજના શ્રેયા ગારમેન્ટની બહાર ખુલ્લી જગ્યામાં ચાલતાં જુગારના અડ્ડા ઉપર પોલીસે છાપો મારી ૬ જુગારીઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા ૧ર,૭૯૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

 

 

   

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે, શ્રેયા ગારમેન્ટની બહાર ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળીને જુગાર રમી રહયા છે જે બાતમીના આધારે પોલીસ સ્થળ ઉપર જઈ છાપો મારી જુગાર રમતાં અડાલજના ઓમ રેસીડેન્સીમાં રહેતાં ભરતભાઈ ચમનભાઈ ચૌધરી, જગદીશભાઈ કાંતિભાઈ નાયી, જીતેન્દ્રભાઈ કાંતિભાઈ પ્રજાપતિ, ઈશ્વરજી હીરાજી ઠાકોર, દિનેશભાઈ ભરતભાઈ પ્રજાપતિ અને દીપકભાઈ રમેશચંદ્ર પરીખને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ અને મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૧ર,૭૯૦/-નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application