Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોરીનાં મોબાઇલ વેચનાર ઈસમ ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • May 25, 2022 

ગાંધીનગરનાં સેક્ટર-24માં ચોરીનાં મોબાઇલ વેચવા આવનારા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. બનાવની વિગત એવી છે કે, એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, એક ઈસમ શંકાસ્પદ જોવા મળી રહ્યો છે અને તે મોબાઇલ વેચવા માટે ફરી રહ્યો છે. જેથી પોલીસે આરોપીને ઝડપી પાડી પૂછતાછ કરતાં ચોરીનાં મોબાઇલ હોવાનું સામે આવ્યું હતું.



જયારે એલસીબી 2નાં પી.આઇ.ની ટીમને બાતમી મળી હતી કે, સેક્ટર 24 માર્કેટમાં એક શખ્સ શંકાસ્પદ જોવા મળી રહ્યો છે. આથી પોલીસની ટીમે પહોંચીને ઈસમને પકડી તેની પૂછતાછ કરતાં તેનું નામ યાસીન અબ્બાસભાઈ મહંમદહુસૈન શેખ (રહે.શહેરી ગરીબ આવાસ યોજના,વટવા,અમદાવાદ) જણાવ્યું હતુ.



આમ, તેની પાસેથી 2 મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જે જિલ્લાના રખિયાલ પોલીસ મથક વિસ્તારમાંથી ચોર્યા હતા અને પોલીસે રૂપિયા 35 હજારનાં 2 મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી રખિયાલ પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application