ગાંધીનગરનાં વાવેલ ખાતે રહેતો રૂપાંત પટેલ તાજેતરમાં સ્નિફ ડોટ કોમ વેબસાઈટ પર એચડીએફસી અને એચપીએલ બેન્કમાં સીનીયર એકિઝક્યુટીવની પોસ્ટ માટે પોતાનો બાયોડેટા અપલોડ કર્યો હતો.
ત્યારબાદ તેના પર એક અજાણ્યા ઇસમનો ફોન આવ્યો હતો. આ ઇસમે પોતાની ઓળખ નોકરી ડોટ કોમના કર્મચારી તરીકે આપી હતી અને રૂપાંત પટેલ અજાણ્યા ઇસમની વાતમાં આવી ઓન લાઈન ઇન્ટરવ્યુ લેશે તેમ કહીને રૂપાંત પાસેથી સિક્યુરિટી ડીપોઝીટ પેટે 19૦૦/- રૂપિયા માંગ્યા હતા. જે પૈસા રૂપાંતએ અજાણ્યા ઇસમે આપેલા પેટીએમ એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.
ત્યારબાદ ફરી પાછુ અજાણ્યા ઇસમે રૂપાંત પાસેથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પેટે 4250/- રૂપિયા માંગ્યા હતા, જેથી રૂપાંતને કઈ ગડબડ લગતા રૂપાંત એ સિક્યુરિટી ડીપોઝીટ પેટે આપેલા પૈસા પરત માંગ્યા હતા. પરંતુ આ ઇસમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પેટે ના પૈસા જમા કરાવ્યા બાદ જ આ રકમ મળશે તેમ કહીને ફોન કટ કરી નાખ્યો હતો. આથી રૂપાંતએ ફરી ફોન જોડ્યો પરંતુ ફોન લાગ્યો ન હતો.
રૂપાંત પોતે સાયબર ગઠીયાઓનો શિકાર બન્યો હોવાનું સમજાતા તેણે પોલીસ મથકમાં અજાણ્યા સાયબર ગઠીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500