ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર વિદેશી દારૂની હેરાફેરી વધી રહી છે ત્યારે ચિલોડા પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી અમદાવાદ જતી લક્ઝરી બસમાંથી મુસાફરને વિદેશી દારૂના ટેટ્રા પેક સાથે ઝડપી લેતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચિલોડા હીંમતનગર હાઇવે ઉપર વિદેશી દારૂ ભરેલા વાહનો પોલીસ દ્વારા અવારનવાર પકડવામાં આવતા હોય છે.
જોકે વધુમાં લક્ઝરી કે બસમાંથી મુસાફરો દારૂ સાથે પકડાયા છે. ત્યારે ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા ગામ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન રાજસ્થાનથી અમદાવાદ જતી લક્ઝરી બસને ઉભી રાખી હતી. જેમાં તપાસ કરતા એક મુસાફરના થેલામાંથી વિદેશી દારૂના 96 જેટલા ટેટ્રા પેક મળી આવ્યા હતા. જેથી પોલીસે આ મુસાફર અમદાવાદના વાસણા ખાતે ખોડિયાર નગરમાં રહેતા મૂળ રાજસ્થાનના જીતુ ચંપકભાઈ ગોહિલ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી 8 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application