Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માણસા ફતેપુરા રોડ પર આંબાતળાવની પાસેથી જુગાર રમતા 6 ઈસમો ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • December 26, 2021 

ગાંધીનગરનાં માણસા તાલુકાના ફતેપુરા રોડ પર આવેલ આંબાતળાવના ખરાબાની ખુલ્લી જગ્યામાં બપોરે નીચે બેસી તીનપત્તીનો જુગાર રમી રહેલા 6 ઇસમોને માણસા પોલીસે બાતમીના આધારે રેડ કરી ઝડપી પાડી તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માણસા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ બપોરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા અને ચારવડ વિસ્તાર પાસે પહોંચતા તે સમયે ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે, માણસાથી ફતેપુરા ગામ તરફ જતા રોડ પાસે આવેલ આંબાતળાવના ખુલ્લા ખરાબાની જગ્યામાં નીચે બેસી કેટલાક ઈસમો તીન પત્તીનો જુગાર રમી રમાડી રહ્યા છે જે બાતમી આધારે માણસા પોલીસ સ્ટાફ 2 ખાનગી વાહનમાં બાતમી વાળી જગ્યાએ જઇ દૂરથી જોતા તળાવ પાસે ખુલ્લી જગ્યામાં નીચે બેસી કેટલાક ઈસમો પાના પત્તાનો જુગાર રમી રહ્યા હતા.આમ પોલીસે કોર્ડન કરી 4 ઇસમોને ઝડપી લઈ પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ મગનજી એદરાજી મારવાડી, કિશોરજી રમેશજી મારવાડી, મંસાજી થાનાજી મારવાડી, ભૂપતજી મથુરજી મારવાડી, કરણજી અમરતજી મારવાડી અને જનકજી ફકીરજી ઠાકોર (તમામ રહે.માણસા) હોવાનું જણાવ્યું હતું અને તેમની અંગજડતી કરતા તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા 10,450/- તથા દાવ પર મુકેલ રોકડ રકમ 1530 મળી કુલ રૂપિયા 11,980/- રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી 6 ઈસમોની ધરપકડ કરી તમામ વિરુદ્ધ પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application