ગાંધીનગરમાં અડાલજ પોલીસે જમીયતપુરા પાસેથી રાજસ્થાનથી અમદાવાદ લઈ અવાતો વિદેશી દારૂ અને બિયરના જથ્થા ભરેલી કાર સાથે એક ઈસમને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. અડાલજ પોલીસ સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, મહેસાણા હાઈવેથી અમદાવાદ તરફ જતી એક કાર નંબર જીજે/02/એસી/4175 પસાર થઈ રહી છે જે કારમાં વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. જે બાતમીના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવી હતી.તે સમયે બાતમીવાળી કાર આવતાં જોઈ તેને ઉભી રાખી હતી જેમાં તપાસ કરતાં વિદેશી દારૂની 322 અને બિયરના 96 ટીન મળી 1.58 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક રીયાઝ મહંમદ એલમભાઈ નાગોરી (રહે.અલ્લારખાની ચાલી, કસ્બા પટેલવાડી પાસે, મહેસાણા) નાને ઝડપી પાડી તેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ દારૂ કોટેશ્વર જાંબુડી ચેકપોસ્ટ પાસેથી રાજસ્થાનના ઠેકાના સંચાલક આશિષ ઉર્ફે આસુ રમેશચંદ્ર અગ્રવાલે ભરી આપ્યો હતો અને અમદાવાદ ખાતે અપ્પુ નામના શખ્સને આપવાનો હોવાનું બહાર આવ્યું હતું. આમ, પોલીસે ત્રણેય સામે પ્રોહી. એકટ મુજબ ગુનો દાખલ કરીને કુલ રૂપિયા 3.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application