ગાંધીનગરનાં કલોલ-કડી પંથકમાં ગતરોજ વહેલી સવારે છત્રાલ હાઇવે પર એક અજાણ્યાં વાહનની ટકકરે દીપડાનું મોત નીપજ્યું હતું. વન વિભાગની ટીમ સ્થળ પર અઆવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, છત્રાલ નજીક ટોરેન્ટ ફાર્મા કંપની સામેનો હાઇવે રોડ ઓળંગવા જતા 2 વર્ષના દીપડાનું અકસ્માતે મોત નિપજ્યું છે. જોકે બનાવ અંગે વન વિભાગની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે વસ્ત્રાપુર મોકલવામાં આવ્યો છે. કડી-કલોલના આરએફઓ વધુ વિગત મેળવી રહ્યાં છે આ અગાઉ કલોલ નજીક આવેલ જાસપુર ગામની નર્મદા કેનાલની ઝાડીઓમાં દીપડો જોવા મળ્યો હતો તેમજ તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું હતું. વધુમાં રાજ્યમાં અત્યાર સુધી ગાય, કૂતરા, બિલાડી, ગધેડાઓના જ માર્ગ અકસ્માતે મોત થતા હતા હવે વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ સલામત એવા દીપડા પણ માર્ગ અકસ્માતે માર્યા જાય છે. અગાઉ અમદાવાદ નજીક સનાથલ બ્રિજ પાસે પણ એક દીપડાનું અકસ્માતમાં મોત થયું હતું આવી ઘટનાઓને લઈને દીપડાના રક્ષણ હેતુ ગંભીર પગલાં લેવાની જરૂર ઉભી થઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application