ગાંધીનગરનાં મોટી આદરજ ગામમા રહેતો અને છત્રાલ જીઆઇડીસીમાં નોકરી કરતા યુવકની બાઇક સ્લીપ થઈ જતા મોત થયુ હતુ. જામનગર પાટીયા તરફથી આરસોડિયા બાજુ બાઇક લઇને આવી રહ્યો હતો. ત્યારે બાઈક સ્લીપ ખાઇને પાસેથી પસાર થતા કાસમા પડી ગયુ હતુ. જેમા ઇજાગ્રસ્ત થતા યુવકનુ મોત થયુ હતુ. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જયંતિજી સુરસંગજી ઠાકોર (રહે.જેઠા ખાંટનો વાસ, આદરજમોટી, ગાંધીનગર) છત્રાલ જીઆઇડીસીમા નોકરી કરતો હતો. ઘરેથી નોકરીના સ્થળે જવા માટે બાઇક લઇને અપડાઉન કરતો હતો.જોકે તે સમયે બાઇક લઇને જામનગર પાટિયાથી આરસોડીયા તરફ જતા રોડ ઉપર એકા એક બાઇક સ્લીપ ખાઇ જતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો. જ્યારે બાઇક પાસે આવેલા કાસમા જઇને પડ્યુ હતુ. જયારે અકસ્માતની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને લઇને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પેથાપુર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application