ગાંધીનગરનાં કલોલનાં ગુરુકુળ હાઇવે પર બે આઇસર ટ્રક વચ્ચે અકસ્માત થતાં એકનું મૃત્યુ નિપજ્યું હતું. જેમાં પાલનપુરથી અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રકને ગુરુકુળ કટ પાસે અકસ્માત થયો હતો. જેથી આઇસર ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રકના ડ્રાઇવરને ગંભીર ઈજા થતાં કલોલની હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડવામાં આવ્યા હતા. કલોલના તબીબે ગાંધીનગર રિફર કરતા ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે ટ્રક ડ્રાઇવરને મરણ પામેલ જાહેર કર્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં રહેતા ભારતસિંહ અર્જુનસિંહ પુવાર પાલનપુરથી અમદાવાદ જવા નીકળ્યા હતા. જોકે વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ ટ્રક કલોલ હાઇવે પર ગુરુકુળ કટ પાસેથી પસાર થઇ રહી હતી. આ દરમિયાન અન્ય એક આઈશર ટ્રક ચાલકે તેને ટક્કર મારતા પલટી ખાઈ ગઈ હતી. જેને પગલે અંદર રહેલ ભારતસિંહને ગંભીર ઈજા થઇ હતી. સારવાર માટે કલોલની હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ડોકટરે ગાંધીનગર સિવિલમાં ખસેડવાનું જણાવ્યું હતું. ગાંધીનગર સિવિલ ખાતે તબીબે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને મૃત જાહેર કર્યા હતા. જેને પગલે મૃતકના પત્નીએ બેદરકારી પૂર્વક અને ગફલતભરી રીતે વાહન ચલાવી અકસ્માત કરી પતિનું મોત નીપજાવી નાસી છૂટવા બદલ અજાણ્યા આઈશર ચાલક વિરુદ્ધ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application