Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર : ફાયરમેન કમ ડ્રાઇવરની ભરતી માટે હવે જવાનોએ શારીરિક કસોટી પણ પાસ કરવી પડશે

  • July 28, 2024 

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં ૧૦૮ જેટલા ફાયરમેન કમ ડ્રાઇવરની ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવનાર છે ત્યારે આ જવાનોએ હવે શારીરિક કસોટી પણ પાસ કરવી પડશે. જે સંદર્ભેની દરખાસ્ત સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરી દેવામાં આવી છે. જેમાં તરણ, દોડ અને રસ્સા પકડ સહિતની શારીરિક કસોટી જવાનોએ આપવી પડશે. રાજકોટમાં લાગેલી આગની ઘટના બાદ હવે તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં ફાયર બ્રિગેડમાં ખાલી મહેકમ ભરી દેવા માટે સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે.


જેના પગલે ગાંધીનગર મહાનગરપાલિકા પણ ફાયર બ્રિગેડમાં અધિકારી, કર્મચારીઓની ભરતી કરવામાં વ્યસ્ત બન્યું છે. જે અંતર્ગત ચીફ ફાયર ઓફિસર અને ફાયર ઓફિસરની જગ્યા ભરવા માટે GPSCને કામ સોંપી દેવામાં આવ્યું છે ત્યારે હવે ફાયર વિભાગમાં ફાયરમેન કમ ડ્રાઇવરની ૧૦૮ જેટલી જગ્યાઓ ઊભી કરીને તેની ભરતી પણ કરવામાં આવનાર છે અને આ માટે ગૌણ સેવા પસંદગી મંડળને કામગીરી સોંપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે મહાનગરપાલિકા દ્વારા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર આ જવાનોની શારીરિક કસોટી લેવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.


જેમાં પાસ થઈ જનાર જવાનોએ અલગ અલગ ચાર પ્રકારની શારીરિક કસોટી આપવી પડશે અને તેમાં ઉત્તિર્ણ નહીં થનાર જવાનોની પસંદગી રદ કરવામાં આવશે. સ્થાયી સમિતિ દ્વારા આ દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી છે ત્યારે હવે આગામી દિવસમાં સામાન્ય સભામાં પણ તેને મોકલી આપવામાં આવશે. ફાયર જવાનોની ભરતીમાં શારીરિક કસોટી સંદર્ભે મંજૂર કરાયેલી દરખાસ્ત મુજબ જવાનોએ છ મિનિટમાં ૨૦૦ મીટર તરવું પડશે, ૧૨ મિનિટમાં બે કિલોમીટરની સામાન્ય દોડ લગાવવી પડશે, ૩૦ મીટર અને ૬૩ એમએમના હોજનો પાઇપ ઊંચકીને ૧૦૦ મીટરની દોડ ૩૦ સેકન્ડમાં પૂરી કરવી પડશે તેમજ રસ્સા પકડીને ૨૦ ફૂટ ઉપર ચઢવું પડશે જે માટે ઉમેદવારને બે પ્રયત્નો આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News