ગાંધીનગર જીલ્લાનાં અડાલજ વિસ્તારમાં શ્રીનાથ રેસીડેન્સી વિભાગ-2માં રહેતાં મંજુબેન જગદીપસિંહ રાવતે ફરીયાદ નોંધાવી હતી કે, તેમના ફોઈનો દીકરો આદિત્યવિક્રમ અરવિંદકુમાર નેગી ઉત્તરાખંડના શ્રીનગરમાં રહેતો હતો અને છેલ્લા બે મહિનાથી તેમના ઘરે રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આવ્યો હતો.
આદિત્યવિક્રમ તેનું મોપેડ લઈને કોલેજના કામ માટે ગયો હતો અને બપોર સુધી ઘરે નહીં આવતાં મંજુબેને તેને ફોન કર્યો હતો, પરંતુ તે ફોન ઉપાડતો નહોતો. ત્યારબાદ એક મહિલાએ ફોન ઉપાડયો હતો અને આદિત્યને અકસ્માત થયો હોવાનું કહેતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા જયાં તેનું મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આદિત્ય વિક્રમ અડાલજ પેટ્રોલપંપ ઉપરથી ઘર તરફ આવી રહયો હતો. તે સમયે રોડ ક્રોસ કરતી વખતે ઝુંડાલ તરફથી આવતી સુરત-ડીસા એસટી બસ નંબર જીજે/18/ઝેડ/4845ના ચાલકે અકસ્માત સર્જયો હતો અને બસ મુકીને નાસી છુટયો હતો. આ બનાવ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application