ગાંધીનગર શહેરના ચ-2 પાસે સાંજના સમયે સે-7 માંથી બાઈક ઉપર મેઘાણીનગર જઈ રહેલા મહિલાનો દુપટ્ટો ફસાઈ જતાં નીચે પટકાયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ લઈ જવાયા હતા જયાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું. બનાવ અંગે સે-7 પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદના મેઘાણીનગર ખાતે મધુવન સોસાયટીમાં રહેતાં ભાવનાબેન મહેશભાઈ પરમાર (ઉ.વ.50) ગતરોજ તેમના પતિ સાથે સે-7માં પિયર ખાતે રક્ષાબંધન ઉજવવા માટે આવ્યા હતા અને સાંજે તેઓ પતિના બાઈક ઉપર મેઘાણીનગર પરત જવા માટે નીકળ્યા હતા તે સમયે બાઈક ચ-2 સર્કલ પાસેથી પસાર થઈ રહયું હતું. તે દરમિયાન ભાવનાબેનનો દુપટ્ટો બાઈકના ટાયરમાં ફસાઈ ગયો હતો અને તેના કારણે તેઓ નીચે પટકાયા હતા. શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક 108ની મદદથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં સારવાર દરમિયાન તેમનુ મોત નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે સે-7 પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સીવીલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application