ગાંધીનગર શહેરના સેક્ટર-7માં રહેતી અને સિવિલ હોસ્પિટલમાં છેલ્લા સાત મહિનાથી સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે સેક્ટર-7 પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને યુવતીના આપઘાતનું સચોટ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, 24 વર્ષિય ક્રિશા રમેશભાઇ દાકડા (મુળ. અમરેલી) ગત ઓક્ટોબર મહિનામાં ગાંધીનગર મેડિકલ કોલેજમાં સ્ટાફ નર્સ તરીકે જોડાઇ હતી.
જોકે પરિવાર વતનમાં રહેતો હોવાથી ક્રિશા સેક્ટર-7ડી પ્લોટ નં.628/2માં ભાડેથી રહેતી હતી. જયારે ક્રિશા બપોરના સમયે કોઇ અગમ્ય કારણોસર તેના રૂમમાં દુપટ્ટા સાથે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે ઘટના અંગે સેક્ટર-7 પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તેના આપઘાતનું સચોટ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી વતનમાં રહેતા તેના પરિવારને પણ જાણ કરી દેવામાં આવી છે અને ક્રિશા સાથે નોકરી કરતા કર્મચારીઓના નિવેદન પણ લેવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application