ગાંધીનગરના કલોલ ત્રણ રસ્તા પાસે અને રાજપુર ગામના પાટીયા પાસેથી કારમાંથી વિદેશી દારૂની સાથે 2 ઈસમો ઝડપાતા પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માણસા પોલીસ સ્ટાફના માણસો ગતરોજ રાત્રે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, એક સફેદ કલરની સ્વીટ કાર નંબર જીજે/06/એફકે/6006 વિહાર ગામ તરફથી ગાંધીનગર તરફ માણસા થઈને નીકળવાની છે જે કારમાં વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો હોવાની બાતમીના આધારે, માણસા પોલીસે શહેરના કલોલ ત્રણ રસ્તા અને રાજપુરા ગામના પાટિયા પાસે નાકાબધી અને વોચ ગોઠવી હતી.
તે દરમિયાન રાત્રીના બે બગ્યાના સમયે બાતમી વળી કાર માણસા શહેરમાં પ્રવેશતા વોચમાં રહેલ પોલીસે રાજપુરા ગામના પાટિયા પાસેના સ્ટાફને સતર્ક કરી દેતા આ કાર ત્યાં પહોંચી ત્યારે તેને રોકવાની કોશિશ કરતા કાર ચાલકે તેની કાર રાજપુરા ગામમાં જવાના રસ્તે સાંકડા નાળીયામાં જવા દીધી હતી જેનો પોલીસે પીછો કરતા કારમાં સવાર બે ઈસમો કાર મુકીને ભાગવા લાગ્યા હતા જેથી પોલીસે કારના ચાલકને ઝડપી તેને સાથે રાખી કારની તલાસી લેતાં કાર માંથી દારૂની 313 બોટલો મળી આવી હતી.
પોલીસે ઝડપાયેલા કાર ચાલકની પૂછપરછ કરતા તેને પોતાનું નામ જગારામ ભાનારામ રબારી તથા તેની સાથે કારમાં આવેલા અને ભાગી છૂટેલ વિક્રમસિંહ મદનસિંહ બારોટ હોવાનું જણાવ્યું હતું. આમ, પોલીસે 82,0,60/- રૂપિયાનો દારૂનો જથ્થો તેમજ એક નંગ મોબાઇલ તથા 2 લાખ રૂપિયાની કાર મળી કુલ રૂપિયા 2,89,060/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ કાર ચાલક તેમજ ભાગી છૂટેલા ઇસમ બંને વિરુદ્ધ માણસા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500