Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિદેશી દારૃની 66 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

  • April 02, 2021 

ગાંધીનગર શહેરના સાંતેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે સમય દરમિયાન બાતમી મળી હતી કે, વડસર ગામમાં ભોયણીયો વાસમાં રણજીતજી ઉર્ફે બાડી કાળાજી ઠાકોર પોતાના ઘર પાસે આવેલી ઓરડીમાં વિદેશી દારૃનો જથ્થો રાખીને તેનું વેચાણ કરે છે.

 

 

 

જે બાતમીના આધારે, પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડતાં ઓરડી બહારથી મળી આવેલા મોપેડમાંથી 2 વિદેશી દારૃની બોટલ મળી આવી હતી. જયારે મકાનમાં તપાસ કરતાં વિદેશી દારૃની 66 બોટલો મળી આવી હતી. પોલીસ દારૂ તથા મોપેડ મળી કુલ રૂપિયા 67,500/-નો મુદ્દામાલ કબ્જે કરી અને રણજીતજી ઠાકોરની શોધખોળ શરુ કરતા તેની ધરપકડ કરી, દારૃ કયાંથી લાવ્યો હતો અને કોને-કોને વેચતો હતો તે જાણવા માટેની પોલીસે તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application