Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભાડાનાં મકાન માંથી વિદેશી દારૂનું વેચાણ કરનાર યુવક ઝડપાયો

  • May 11, 2022 

ગાંધીનગર એલસીબીની ટીમે સેક્ટર-2નું મકાન ભાડે રાખીને વિદેશી દારૂનો વેપલો કરતા પાલજના યુવકને ઝડપી લીધો હતો જેની પાસેથી દારૂની 110 બોટલ મળીને કુલ રૂપિયા 48 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, સેક્ટર-2 સી પ્લોટ નંબર 1600/2માં ભાડેથી રહેતા અજયસિંહ રતનસિંહ બિહોલા (મુળ રહે. પાલજ) તેના રૂમમાં વિદેશી દારૂ રાખીને તેનું વેચાણ કરે છે.



જે બાતમીના આધારે પગલે પોલીસ ટીમે દરોડો પાડતા અજયસિંહ હાજર મળી આવ્યો હતો અને તેના રૂમમાં તપાસ કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 110 બોટલ મળી આવી હતી. જોકે પોલીસે 48 હજારનો મુદ્દામાલ કબજે કરીને આ દારૂનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે મથામણ શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application