ગાંધીનગરનાં ચીલોડા પોલીસે ચંદ્રાલા નાકા પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન ગુજરાત ટ્રાવેલ્સની બસમાં બેઠેલા રાજકોટના મુસાફર પાસેથી પિસ્તોલ, મોબાઈલ ફોન તેમજ આધાર મળીને 28 હજારનો મુદ્દામાલ કબ્જે કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગર ચીલોડા પોલીસ સ્ટાફનાં માણસો ચંદ્રાલા આગમન હોટલ સામેના નાકા પોઈન્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા.
તે સમયે હિંમતનગર તરફથી આવતી ગુજરાત ટ્રાવેલ્સની બસને રોકીને ડ્રાઇવર-કંડકટરને સાથે રાખી મુસાફરોના સામાનની એક એક તલાશી લેવામાં આવી રહી હતી. તે દરમિયાન બસમાં બેઠેલા એક મુસાફરની વર્તણૂક શંકાસ્પદ જણાઈ આવતાં પોલીસ ટીમે તેની નામ ઠામ પૂછતાં તેણે પોતાનું નામ હસીન મોહમ્મદ ઈસબ (રહે.વીરડા વાજડી, કાલાવાડ રોડ, રાજકોટ, મૂળ.ઉત્તરપ્રદેશ)ના હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદમાં પોલીસે તેની પાસેના સામનાની તલાશી લેતાં કપડાંની થેલીમાં સંતાડેલ મેગઝીન સાથેની પિસ્તોલ મળી આવી હતી.
જેની પાસેથી હથિયારનો પરવાનગી માંગતા તે ગલ્લા તલ્લાં કરવા લાગ્યો હતો. આથી, પોલીસે તેની ધરપકડ કરીને 25 હજારની પિસ્તોલ, આધાર કાર્ડ તેમજ મોબાઇલ ફોન મળીને 28 હજાર કબ્જે કરી અને પૂછપરચ હથિયાર કયાથી લઈને ક્યાં જતો હતો તેમજ તેનો કયા ઉપયોગ કરવાનો હતો વિગેરે હકીકતો જાણવા માટે આર્મ્સ એક્ટ ગુનો દાખલ કરી વધુ પૂછપરચ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500