Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છત્રાલ-ઈસંડ રોડ ઉપર કારમાં વિદેશી દારૃનો વહન કરતો એક ઈસમ ઝડપાયો

  • March 26, 2021 

કલોલ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમય દરમિયાન મળેલ બાતમીના આધારે, છત્રાલ-ઈસંડ રોડ ઉપર એક કાર નંબર જીજે/01/કેએમ/4181માં દારૃનો જથ્થો રાખી તેનો વહન કરવામાં આવી રહયો છે. જે બાતમી મળતા પોલીસે સ્થળે દરોડો પાડતાં બાતમીવાળી કારમાંથી મેહુલ જયંતિભાઈ દરજી (રહે.છત્રાલ) ને ઝડપી પાડયો હતો અને કારમાંથી વિદેશી દારૃની અલગ-અલગ 36 જેટલી બોટલ કબ્જે કરી હતી.

 

 

 

 

પોલીસે દારૂ ક્યાંથી આવ્યો છે અને ક્યાં લઈ જવાના છે તે સંદર્ભે પુછતાં તેનો મિત્ર વિશાલ ઉર્ફે ટેમ્પો મનુભાઈ પટેલ (રહે.છત્રાલ) દારૂ ભરેલ કાર આપી ગયો હતો. પોલીસે દારૃ, કાર તથા મોબાઈલ મળી કુલ રૂપિયા 1.19 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વિશાલ ઉર્ફે ટેમ્પોની શોધખોળ હાથ ધરી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application