ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર વિદેશી દારૂની હેરાફેરી વધી રહી છે ત્યારે ચિલોડા પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી વડોદરા જતી લક્ઝરી બસમાંથી મુસાફરને વિદેશી દારૂની 96 બોટલ કબ્જે કરી લીધી છે. તેની સામે પ્રોહીબીશન એક્ટનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા ગામ પાસે વાહન ચેકિંગમાં હતી.
તે દરમિયાન રાજસ્થાનથી વડોદરા જતી લક્ઝરી બસને ઉભી રાખી હતી. જેમાં તપાસ કરતા એક મુસાફરના થેલામાંથી વિદેશી દારૂની 96 બોટલ મળી આવી હતી. જેથી પોલીસે આ મુસાફર વડોદરાના પંચામૃત એપાર્ટમેન્ટમાં રહેતા અને મુળ રાજસ્થાનના વિક્રમસિંહ નંદભવરસિંહ રાજપૂત સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી 8 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application