Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ખેતરમાં જુગાર રમતા 5 જુગારીઓ ઝડપાયા

  • May 04, 2022 

માણસા પોલીસ સ્ટાફનાં માણસો રાત્રે માણસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, માણસાથી ગલથરા જતા રોડ પર આવેલ એક ખેતરમાં ખુલ્લી જગ્યામાં બેસી કેટલાક ઈસમો પાના પત્તાનો જુગાર રમી રહ્યા છે જે બાતમીનાં આધારે પોલીસે જગ્યા પર જઈ રેડ કરતા સ્થળ ઉપરથી જુગાર રમી રહેલા 5 ઈસમોને રોકડ રકમ અને બોલેરો ગાડી સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.



સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માણસા પોલીસને મળેલ બાતમીનાં આધારે, માણસાથી ગલથરા જતા રોડ પર રાજેન્દ્રભાઈ અંબાલાલ પટેલના ખેતરમાં આવેલ મહાકાળી માતાજીના મંદિરની આગળ ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે નીચે બેસી કેટલાક ઇસમો પોતાના અંગત આથક લાભ સારું પાના પત્તાનો જુગાર રમી રમાડી રહ્યા છે. જે બાતમી આધારે પોલીસે જગ્યાએ પહોંચી ખેતરમાં અંદર પ્રવેશ કરી દૂરથી જોતાં કેટલાક ઇસમો નીચે બેસી ટોળું વળી પાના પત્તાનો જુગાર રમતા હતા.



જ્યારે જુગાર રમતા તમામ ઈસમોને કોર્ડન કરી ઝડપી તેમના નામ પૂછી અંગજડતી કરી હતી જેમાં ભીખાજી સોમાજી ઠાકોર (રહે.ગુલાબપુરા), પ્રવીણભાઈ કાળીદાસ પટેલ (રહે.ચારણ વાસ), પરબતજી આતાજી ઠાકોર (રહે.વાવ દરવાજા બહાર,), મુકેશભાઈ નારાયણદાસ પટેલ (રહે.રાણીયપુરા), અને રાજેન્દ્રભાઈ અંબાલાલ પટેલ (રહે.પાંજરાપોળ ચોક,હનુમાનપુરા) હોવાનું જણાવ્યું હતું અને તેમની અંગજડતી કરતા તેમના પાસેથી રૂપિયા 16,730/- ની રોકડ, દાવ  ઉપર મુકેલા રૂપિયા 2,180/- તથા 3 નંગ મોબાઈલ અને 3 લાખની કિંમતની બોલેરો ગાડી મળી કુલ રૂપિયા 3,25,910/-ની રોકડ તેમજ મુદ્દામાલ કબ્જે કરી પાંચેય જુગારી વિરૃદ્ધ માણસા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application