ગાંધીનગર શહેર નજીક વૈષ્ણોદેવી સર્કલ પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે ટેમ્પો ઝડપી લીધો હતો અને તેમાં ચોરખાનું બનાવી સંતાડી વિદેશી દારૂની 215 બોટલ સાથે 2 શખ્સોને 2.86 લાખના મુદ્દામાલ સાથે પકડી અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળેલ બાતમીના આધારે, એક સફેદ રંગના છોટા હાથી જીજે/04/ઈઈ/5312માં ગુપ્ત ખાનું બનાવીને વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે જે બાતમીના આધારે વૈષ્ણોદેવી સર્કલ નજીકથી આ ડાલાને ઝડપી લેવામાં આવ્યું હતું અને તેના ચાલક રઘુવીરસિંહ ઉર્ફે ભુરીયો ભવાનસિહં સીસોદીયા તેમજ ગજેન્દ્રસિંહ વખતસિંહ રાઠોડ (બંને રહે.ઉદયપુર રાજસ્થાન) નાને પકડી ડાલામાં તપાસ કરતાં પાછળના ભાગે ચોરખાનામાં સંતાડાયેલી વિદેશી દારૂની 215 બોટલ કબ્જે કરી હતી. આ દારૂ સદર્ભે પુછતાં દેત્રોજ ખાતે રહેતાં જીવણસિંહ જવાનસિહં રાઠોડ અને ચંદનસિંહ સોલંકીએ ભરી આપ્યો હતો અને તે ચિલોડા પાસે એક વ્યક્તિને પહોંચાડવાનો હતો. પોલીસે ડાલુ અને દારૂ મળી કુલ 2.86 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આ પાંચેય વ્યક્તિઓ સામે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો દાખલ કરી તેમની શોધ ખોળ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application