ગાંધીનગર સચિવાલયમાં મુલાકાતીઓ માટે આજથી નવા નિયમો અમલમાં આવ્યા છે. હવે સચિવાલયમાં માસ્ક અને મોબાઈલ વગર નો એન્ટ્રી ફરમાવવામાં આવી છે. ખાસ કરીને દેશભરમાં બીએફ.7 વેરીયન્ટન્ટની દહેશત વચ્ચે સાવચેતી જરૂરી છે. મુલાકાત વેળાએ મોબાઈલ પણ મુકવા માટે અનુરોધ કરાયો છે.
આજથી સચિવાલયમાં નોટિસ બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ મંત્રીના રૂમની બહાર મોબાઈલ ફોન રાખવા માટે ટ્રે પણ મુકવામાં આવી છે. આથી મુલાકાતીઓ આજથી દર સોમવારે મંત્રીઓને મળી શકશે. જ્યારે સાંસદો અને ધારાસભ્યો મંગળવારે મંત્રીઓને મળી શકશે.કોરોનાને ધ્યાનમાં રાખીને સચિવાલયમાં મુલાકાતીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે.
મુલાકાતીઓ આજથી સચિવાલયમાં મંત્રીઓને મળી શકશે. મંત્રીઓની ઓફિસમાં મુલાકાતીઓ અને અધિકારીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. બીજી તરફ મંત્રીઓની મુલાકાત દરમિયાન મોબાઈલ ફોન પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંત્રીઓની મુલાકાત દરમિયાન સચિવાલયમાં આવતા મુલાકાતીઓ મોબાઈલ ફોન લઈને પ્રવેશી શકશે નહીં. મુલાકાતીઓ જ નહીં, ધારાસભ્યો અને સાંસદોએ પણ પ્રવેશવા માટે તેમના મોબાઈલ ફોન બહાર જ રાખવા પડે છે. આજથી સચિવાલયમાં નોટિસ બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500