મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોનાને લઈને રાજ્યની સ્થિતિ અને કોરોનાને પહોંચી વળવા કેવા પ્રકારના આગોતરા આયોજન અને તૈયારીઓને લઈને સમીક્ષા કરી છે. ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસે દસ્તક દીધી છે. ત્યારે વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા સીએમની અધ્યક્ષતામાં હેલ્થ વિભાગની બેઠક મળી છે. કોરોના સંકટ વચ્ચે ગઈકાલે કેબિનેટ બેઠક મળી હતી.
ત્યારે કેબિનેટ બેઠક બાદ આજે ફરી CM ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક કોરોનાની સમીક્ષાને ધ્યાનમાં રાખીને બેઠક બોલાવી છે.ત્યારે આરોગ્ય મંત્રી અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે ત્યારે સીએમને સમગ્ર પરિસ્થિતિ મામલે રિપોર્ટ આપશે. સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર આવતીકાલે PM મોદીની રાજ્યના તમામ મુખ્યમંત્રીઓ સાથે સાવચેતીના પગલાને ધ્યાનમાં રાખીને પણ બેઠક યોજાઈ શકે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેને ધ્યાનમાં રાખીને કોરોનાની સમીક્ષા કરાશે. આરોગ્ય મંત્રી અને અધિકારીઓની હાજરીમાં સમીક્ષા બેઠક ગાંધીનગર ખાતે મળશે. કોરોનાના BF7 વેરિએન્ટે સમગ્ર વિશ્વમાં હાહકાર મચાવી રહ્યો છે. ચીનમાં કોરોનાનો કહેર શરૂ થયા બાદ હવે દેશમાં અને ગુજરાતમાં પણ કોરોનાનો કહેર જોવા મળી શકે છે કેમ કે, અત્યારે રીપોર્ટ જીનોમ માટે મોકલવામાં આવી રહ્યા છે. આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે કોવિડ-19ની સ્થિતિ અને તૈયારીઓ અંગે બેઠક કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500