નવસારીનાં ગણદેવી તાલુકાનાં ધનોરી ગામના બ્રાહ્મણ ફળિયા પાસેથી પસાર થઈ રહેલા પૂરેટીયા ભરેલા ટ્રેકટરમાં અચાનક આગ ફાટી નીકળતા ગ્રામજનો તુરંત જ ધસી આવ્યા હતા અને બાજુમાંથી જ પસાર થતી નહેરમાંથી પાણી છાંટી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતા અને આ ઘટના ની જાણ થતા ગણદેવી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ધનોરી ગામના પૂર્વ સરપંચ, ગણદેવી નગરપાલિકાના પ્રમુખ પણ તુરંત આવી પહોંચ્યા હતા અને ફોન કરી ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા તુરંત ઘટના સ્થળે ધસી આવ્યા હતા અને તુરંત જ આગને કાબૂમાં લઇ ટ્રેક્ટર અને ટ્રેલરને બચાવી લેવાયું હતું.
જોકે, આ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મોટી નુકસાન થયું ન હતું. વધુમાં પૂરેટીયા ભરીને જઈ રહેલા ટ્રેક્ટર પર ઇલેક્ટ્રીક સિટીના પસાર થતાં વાયરમાંથી તણખો ઝરતા આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે જયારે આ ટ્રેક્ટરના માલિક દિપકભાઇ આહીર પોતે જ ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા અને વાસણા ગામે લઇ જઇ રહ્યા હતા અને આ ઘટના ધનોરી-અજરાઇ રસ્તા પર બની હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application