Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાટણના ચાણસ્મા-હારીજ રોડ પર ગમખ્વાર અકસ્માત : ટ્રેલર અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બે યુવકોના મોત

  • May 24, 2024 

પાટણમાં એક ગમખ્વાર અસકમત સર્જાયો હતો જેમાં ચાણસ્મા-હારીજ રોડ પર ટ્રેલર અને બાઈકની અથડામણમાં બે લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માત સર્જી ટ્રેલર  ફરાર થઈ ગયો હતો, ત્યાં હાજર લોકો દ્વારા તાત્કાલિક પોલીસ અને મેડિકલ જરૂર માટે 108 ને પણ ઘટના સ્થળ પર બોલાવવામાં આવી હતી. પાટણના ચાણસ્મા-હારીજ રોડ પર ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર સવાર 2  કિશોરના મોત નિપજ્યા છે.


અકસ્માતમાં 18 અને 14 વર્ષીય કિશોરના મોત થયા છે. અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ફરાર થયો છે. બંને મૃતક કિશોર મહેસાણાના નાની દાઉ ગામના રહેવાસી હતા. બંને મૃતદેહને ચાણસ્મા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં જીગર ઠાકોર તેમજ મહેશ ઠાકોર નામના બે યુવાનોનાં ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યાં હતા.  મૃતકોની લાશને વી છે. આજના દિવસે પાટણમા માર્ગ અકસ્માતની બે ઘટનામા ત્રણના મોત થયા છે. પોલીસ દ્વારા ફરાર ટ્રેલર ચાલકં પણ શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News