Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ડોસવાડા પાસે ગમખ્વાર અકસ્માત, એકજ પરિવારના બે સભ્યનો મોત

  • May 27, 2023 

સોનગઢના ડોસવાડા પાસે નેશનલ હાઇવે માર્ગ પર ટ્રેલર અને બોલેરો ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકજ પરિવારના બે સભ્યોના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવામાં પામી હતી, વ્યારા જનરલ હોસ્પિટલ ખાતેથી દર્દીને મળી પરત ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન રોંગ સાઈડથી આવતા એક ટ્રેલર સામેથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.


મળતી માહિતી મુજબ તા.૨૫/૦૫/૨૦૨૩ના રોજ ઉચ્છલના સેલુડ ગામના દાદરી ફળીયામાં રહેતા અને મચ્છી ઉછેર કરી પરિવારનું ગુજરાત ચલાવતા રવિશભાઈ નુરજીભાઈ ગામીતના મમ્મી રૂથીબેન ગામીત કે જેઓને ફેફસાની બીમારી હોવાથી તેમને વ્યારા જનરલ હોસ્પિટલમાં છેલ્લા ચારેક દિવસથી સારવાર કરાવવા માટે દાખલ કરેલ હતા.રવીશભાઈ ગામીતના પિતાજી નુરજીભાઈ પોસલીયાભાઈ ગામીત (ઉ.વ.૫૧) તથા ફરિયાદીના ભાઈ સોમવેલભાઈ છગનભાઈ ગામીત કે જેઓ પણ માછલીનો વેપાર કરતા દરરોજ સેલુડ ગામથી વ્યારા ખાતે માછલી વેચાણ સારું જતા હોવાથી તેઓની બોલેરો ગાડી નંબર જીજે/૨૬/એન/૧૬૪૫માં પિતાજી સાથે વ્યારા જનરલ હોસ્પિટલમાં ખાતે ગયા હતા અને ત્યાં જ રોકાય હતા.


જોકે મોડીસાંજે પરત સેલુડ ખાતે ઘરે જવાના હોય ફરીયાદીના પિતાજી નુરજીભાઈ અને ભાઈ સોમવેલભાઈ બંને જણા બોલેરો ગાડી લઈને નીકળ્યા, દરમિયાન રાત્રીના આશરે આઠ કલાકના અરસામાં સોનગઢના ડોસવાડા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ નંબર-૫૩ પરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન આશીર્વાદ હોટલની સામે રોંગ સાઈડથી આવી રહેલો એક ટ્રેલર નંબર જીજે/૩૬/વી/૩૩૬૨ના ચાલકે પોતાના ક્બ્જાનું વાહન પુર ઝડપે હંકારી લઇ આવી બોલેરો ગાડીને સામેથી ટક્કર મારી હતી, આ અકસ્માતના બનાવમાં ફરીયાદીના નુરજીભાઈ અને ભાઈ સોમવેલભાઈનું ગંભીર ઈજાઓના કારણે સ્થળ ઉપર જ મોત નિપજ્યા હતા. સર્જાયેલા અકસ્માતમાં એકજ પરિવારના બે સભ્યોના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવામાં પામી હતી,બનાવ અંગે રવિશભાઈ નુરજીભાઈ ગામીતની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application