વરાછા શિલ્પા પાર્ક સોસાયટીમાં આવેલા ઍપાર્ટમેન્ટના ઍક ફ્લેટમાં ગઈકાલે બપોરે પોલીસે રેડ પાડી જુગારની કલબ ઝડપી પાડી હતી. કલબમાંથી જુગાર રમતા ૧૦ જણા પાસેથી પોલીસે રોકડા ૩.૮૦ લાખ અને ૧૦ મોબાઈલ મળી કુલ રૂપિયા ૪.૩૬ લાખનો મુદ્દામાલ કબજે કરી ઍકને વોન્ટેડ બતાવ્યો છે.
વરાછા પોલીસના જણાવ્યા મુજબ સર્વલન્સ સ્ટાફના માણસોઍ ગઈકાલે બપોરે સાડા ત્રણેક વાગ્યે મળેલી બાતમીના આધારે વરાછા શિલ્પા પાર્ક સોસાયટીના વિધતા ઍપાર્ટમેન્ટના ફ્લેટ નં-૨૩૩માં રેડ પાડી હતી જેમાં જુગાર રમતા નીતીનકુમાર જોશી, મનોજ જાની, મનોજ જીતેન્દ જાની, શીવા જાની, ભરત જાની, શીવા મહેતા,હસમુખ પંડયા, મુકેશ જોશી, ઓમકાર દવે, રાજુ દવે ઝડપાયા હતા.
પોલીસે જુગારીઓ પાસેથી અંગઝડતીના અને દાવ પરના મળી રોકડા ૩,૮૦,૫૦૦ અને મોબાઈલ નંગ-૧૦ મળી કુલ રૂપિયા ૪,૩૬,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી જુગાર રમાડનાર ફ્લેટના માલીક વિજય નાથા બોરખતરીયાને વોન્ટેડ બતાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application