વ્યારાનાં ઇન્દુ ગામેથી વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે ગંજી પાનાનો પૈસા વતી હારજીતનો જુગાર રમતા 6 જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 19,000/-થી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લા એલ.સી.બી. તથા પેરોલ ફલો સ્કોર્ડને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કાકરાપાર પોલીસ મથકની હદમાં આવેલ ઈન્દુ ગામમાં ભાવના બેકરીની બાજુમાં આવેલ જૂનું ખુલ્લા મકાનની દિવાલનાં પાછળનાં ભાગે કેટલાક ઈસમો ગંજીપાનાનો પૈસા વતી હાર જીતનો જુગાર રમી રહ્યા છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ જઈ રેઈડ કરી હતી અને ત્યાંથી જુગાર રમતા અતિશ બિરેનભાઈ કુશ્વાહા (રહે.ભાવના બેકરી, ઈન્દુ ગામ, વ્યારા), સાહબસિંગ માનસિંગ ચૌધરી (રહે.ભાવના બેકરી, ઈન્દુ ગામ, વ્યારા), હરિઓમ ગોવિંદદાસ પરમાર (રહે. ભાવના બેકરી, ઈન્દુ ગામ, વ્યારા), શિવપૂજનસિંગ શ્રીરામનારાયણ ચૌધરી (રહે.ભાવના બેકરી, ઈન્દુ ગામ, વ્યારા) અને હરિદાસ દુરામ પ્રજાપતિ (રહે.ભાવના બેકરી, ઈન્દુ ગામ, વ્યારા)નાને ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસે સ્થળ પરથી જુગારના દાવ ઉપર મુકેલ રોકડ રૂપિયા તથા અંગઝડતી દરમિયાન મળી આવેલ રોકડ રૂપિયા તથા 5 નંગ મોબાઈલ તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા 19,400/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે કાકરાપાર પોલીસ મથકે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500