Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજના વલથાણ ગામેથી રૂપિયા 2.56 લાખના મુદ્દામાલ સાથે જુગાર રમતા જુગારીઓ ઝડપાયા

  • September 11, 2023 

સુરતના કામરેજ તાલુકાના વલથાણ ગામની પાણીની ટાંકીની બાજુમાં આવેલા ખોડીયાર કોમ્પલેક્ષમાં પહેલા માળના સામેના રૂમમાં ચાલતી જુગાર પ્રવૃતિ પર બાતમીના આધારે પોલીસે રેઇડ કરી હતી. જોકે પોલીસે રૂમ માલિક રાકેશ મંગળભાઈ ઝીંઝાળા સહિત કુલ નવ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં વિરમ મસરી લુવા, જીત ભાણાભાઈ ઝીંઝાળા, હમીર ભીમસિંહ ભાઈ ડાંગર, ગિરીશ નન્હાભાઈ ઝીંઝાળા, ભીખુ પાંચાભાઈ વાણીયા, કિશોર કાળુભાઇ કલસરીયા, રાજુ કાબાભાઈ સીસારા, વિપુલ રાજુભાઈ આહીર નાઓ હતા. ત્યારબાદ પોલીસે સ્થળ પરથી ચાર બાઈક, 8 નંગ મોબાઇલ, રોકડ રકમ સહિત કુલ 2.56 લાખની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. વલથાણ ગામમાં પોલીસના દરોડાને લઇ જુગારીઓમા ફફડાટ મચી જવા પામ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application