Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લખનઉ-દિલ્હી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત : ચાર લોકોનાં મોત, 49થી વધુ મુસાફરો ઘાયલ

  • July 22, 2024 

લખનઉ દિલ્હી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે બસ વચ્ચેની ભીષણ ટક્કરમાં બસ ડ્રાઈવર સહિત ચાર લોકોનાં મોત થયા હતા. જ્યારે 49થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. શ્રાવણ માસનો સોમવાર હોવાથી હાઈવે પરનો ટ્રાફિક વન-વે કરી દેવામાં આવ્યો છે. જેના કારણે મિલકમાં ભૈરવ બાબા મંદિર પાસે બે બસો સામસામે અથડાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આજરોજ સવારે 4:00 વાગ્યે લખનઉથી દિલ્હી જઈ રહેલી સાહિબાબાદ ડેપોની જનરથ બસ હરિદ્વારથી શ્રાવસ્તી જઈ રહેલી ખાનગી વોલ્વો બસ સાથે અથડાઈ હતી.


જોકે બંને બસના આગળના ભાગનો તૂટીને કચ્ચરઘાણ થઈ ગયો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે ઘાયલોમાં ચીસા-ચીસ થઈ હતી. અકસ્માતની સૂચના મળતા જ ઘટના સ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સ દ્વારા બંને બસમાંથી ઈજાગ્રસ્તોને શહેરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ઘાયલોને જોઈને હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા હતા. હોસ્પિટલ પરિસરના ફ્લોર પર પડેલા ઈજાગ્રસ્તો દર્દથી પીડાઈ રહ્યા હતા. હોસ્પિટલમાં દરેક જગ્યાએ ઘાયલ જ નજર આવી રહ્યા હતા.


ગંભીર રીતે ઘાયલ 17 મુસાફરોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. 13 મુસાફરોને મિલક હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. પ્રાથમિક સારવાર બાદ અન્ય મુસાફરો રવાના થયા હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ જોગેન્દ્ર સિંહ અને પોલીસ અધિક્ષક વિદ્યાસાગર મિશ્રા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું કે, મૃતકોમાં ખાનગી બસનો ડ્રાઈવર પણ સામેલ છે. જિલ્લા મેજિસ્ટ્રેટે હોસ્પિટલ પહોંચીને ઘાયલોની ખબર પૂછી હતી. તેમણે ઘાયલોને યોગ્ય સારવાર આપવા અને મુસાફરોને ઘરે લઈ જવા માટે વાહનોની વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application