Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અધ..ધ..૮૧૦૦ કરોડ રૂપિયાની જીએસટી ચોરી પકડાઈ,મધ્ય પ્રદેશના ટેક્સ અધિકારીઓએ કૌભાંડનો પર્દાફાશ કર્યો

  • June 15, 2023 

સત્તાવાળાઓએ ૮૧૦૦ કરોડ રૃપિયાની જીએસટી ચોરી પકડી પાડી છે. આ જીએસટી ચોરી સમગ્ર દેશના ૪૯૦૯ નકલી બિઝનેસ એકમો દ્વારા કરવામાં આવી હતી તેમ મધ્ય પ્રદેશના ટેક્સ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. મધ્ય પ્રદેશના કોમર્શિયલ ટેક્સ કમિશનર લોકેશ કુમાર જાટવે જણાવ્યું હતું કે રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ડિપાર્ટમેન્ટને ઇન્દોરમાં એક કંપનીના ઇ વે બિલોની મહિના સુધી ચાલેલી તપાસ દરમિયાન મોટી કરચોરીના સંકેત મળ્યા હતાં.


તેમણે જણાવ્યું હતું કે ઉંડી તપાસના અંતે સમગ્ર દેશમાં ૪૯૦૯ શંકાસ્પદ બિઝનેસ એકમો મળી આવ્યા હતાં. જે પૈકી દિલ્હીમાં સૌથી વધુ ૧૮૮૮ નકલી એકમો, ઉત્તર પ્રદેશમાં ૮૩૧, હરિયાણામાં ૪૭૪, તમિલનાડુમાં ૨૧૦, મહારાષ્ટ્રમાં ૨૦૧, તેલંગણામાં ૧૬૭ અને મધ્ય પ્રદેશમાં ૧૩૯ નકલી એકમો મળી આવ્યા છે.જાટવના જણાવ્યા અનુસાર આ ૪૯૦૯ એકમોની તપાસમાં જાણવા મળ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ના જીએસટી રિટર્નમાં ૨૯૦૦૦ કરોડ રૃપિયાનું ટર્નઓવર દર્શાવવામાં આવ્યું હતું. તપાસકર્તાઓએ ૮૧૦૩ કરોડ રૃપિયાની ટેક્સ ચોરી શોધી કાઢી છે.


આ ટેક્સ ચોરી બોગસ બિઝનેસ અને નકલી બિલો દ્વારા જીએસટીની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો અયોગ્ય લાભ મેળવીને કરવામાં આવી હતી.મધ્ય પ્રદેશનું જીએસટી ડિપાર્ટમેન્ટ ટેક્સ ચોરીની વિગતવાર તપાસ હાથ ધરશે. આ માટે તે અન્ય રાજ્યોના સંબધિત સત્તાવાળાઓની મદદ લેશે અને આરોપીઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application