Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

GST વિભાગનો પર્દાફાશ! લોકોના આધાર કાર્ડ પર બોગસ કંપની ખોલી 4120 કરોડનું ટર્નઓવર બતાવી 137 કરોડની કરચોરી!

  • February 17, 2023 

ગુજરાત રાજ્ય જીએસટી વિભાગે રાજ્યમાં મોટી કાર્યવાહી કરી છે. વિભાગે રાજ્યના અમદાવાદ, સુરત, ભાવનગર, આણંદ, રાજકોટ સહિતના વિવિધ શહેરમાં દરોડા પાડી કેટલાક લોકો બોગસ કંપનીઓ ખોલી ખોટા જીએસટી નંબર સાથે કામ કરતા હોવાનું અને કરોડોની છેતરપિંડી કરતા હોવાનો પર્દાફાશ કર્યો હતો.



સુરતમાં 61 જ્યારે અમદાવાદમાં 13 ખોટી કંપનીઓ મળી

માહિતી મુજબ, સુરતમાં ગુજરાત રાજ્ય જીએસટી વિભાગે મોટી કાર્યવાહી કરી હતી. જે હેઠળ, 75 કંપનીઓમાંથી લગભગ 61 કંપનીઓ ખોટા નંબર સાથે કામ કરતી હોવાનું જણાયું હતું. વિભાગની તપાસમાં ખુલ્લું કે આ 61 કંપનીઓએ કાગળ પર રૂ.2770 કરોડનું ટર્નઓવર બતાવ્યું હતું અને બાકી ટેક્સના રૂ. 84 કરોડ સરકારને ચૂકવ્યા નથી. જ્યારે બીજી તરફ અમદાવાદમાં પણ આ પ્રકારની 13 કંપનીઓ મળી આવી હતી.




લોકોના આધાર કાર્ડ લઈ બોગસ કંપનીઓ ખોલી દેતા

આ 13 કંપનીઓએ પણ કાગળ પર 1350 કરોડનું ટર્નઓવર બતાવ્યું હતું અને સરકારને ટેક્સના રૂ.53 કરોડ ના ચૂકવી ટેક્સ ચોરી કરી હતી. તપાસમાં સામે આવ્યું કે,આ ટોળકી કેટલાક લોકોને લોન આપવાનું વચન આપીને આધારકાર્ડ લઈ લેતા હતા અને પછી તે આધાર કાર્ડ પર જીએસટી નંબર લઈ બોગસ કંપની ખોલી દેતા હતા. ત્યારબાદ આ કંપનીઓ થકી ખોટા વ્યવહારો કરી ઇનપુટ ટેક્સ ક્રેડિટ બતાવીને ટેક્સ ચોરી કરતા હતા. આ મામલે વિવિધ સ્થળે પોલીસ એફઆઈઆર દાખલ કરાઈ છે. જલદી આરોપીઓની ધરપકડ કરવામાં આવી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News