જાન્યુઆરી, 2023 મહિનાનું સાંજે પાંચ વાગ્યા સુધીનું GST કલેક્શન 1,55,922 કરોડ રૂપિયા રહ્યું છે. એપ્રિલ 2022માં 1.68 લાખ કરોડ રૂપિયા પછીનું બીજું સૌથી મોટું કલેક્શન નોંધવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં ત્રીજી વખત GST કલેક્શન 1.50 લાખ કરોડને પાર થયું છે. ગયા સમાન ગાળાના સરખામણીમાં GST કલેક્શનમાં 24 ટકાનો ઉછાળો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર, 2022માં GST કલેક્શન 1.49 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
સાંજે પાંચ વાગ્યા સુધી નોંધવામાં આવેલ 1,55,922 કરોડ રૂપિયાનાં GST કલેક્શનમાં 28,963 કરોડ રૂપિયા CGST, 36,730 કરોડ રૂપિયા SGST અને 79,599 કરોડ રૂપિયા IGST છે. 79,599 કરોડ રૂપિયાનાં IGSTમાં 37,118 કરોડ રૂપિયા વસ્તુઓની આયાત પરના છે. જ્યારે 10,630 કરોડ રૂપિયા સેસના છે. 10.630 કરોડ રૂપિયાનાં સેસમાં 768 કરોડ રૂપિયા વસ્તુઓની આયાત પરના છે. જાન્યુઆરી, 2022ની સરખામણીમાં જાન્યુઆરી, 2023માં GST કલેક્શન 24 ટકા વધારે રહ્યું છે.
ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં ત્રીજી વખત GST કલેક્શન 1.50 લાખ કરોડને પાર થયું છે. ડિસેમ્બર, 2022માં 8.3 કરોડ ઇ-વે બિલ જનરેટ કરવામાં આવ્યા હતાં. જે અત્યાર સુધીના સૌથી વધારે છે. આ અગાઉ 7.9 કરોડ ઇ-વે બિલ નવેમ્બર, 2022માં જનરેટ કરવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરથી ડિસેમ્બર, 2022 સુધીનાં ત્રીજા કવાર્ટરમાં કુલ 2.42 કરોડ GST રિટર્ન ભરવામાં આવ્યા હતાં. ગયા વર્ષના સમાન ગાળામાં GST રિટર્નની સંખ્યા 2.19 કરોડ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500