ઓક્ટોબરમાં GST કલેક્શન 1.52 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે અત્યાર સુધીનું બીજું સૌથી મોટું કલેક્શન છે. તહેવારોની સિઝનમાં આર્થિક પ્રવૃત્તિઓ વધતા GST કલેક્શનમાં વૃદ્ધિ જોવા મળી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 1.30 લાખ કરોડ રૂપિયા હતું. આમ ગયા વર્ષના ઓક્ટોબરની સરખામણીમાં ચાલુ વર્ષના ઓક્ટોબરમાં GST કલેક્શનમાં 16.6 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. એપ્રિલમાં GST કલેકશન અત્યાર સુધીનું સૌથી વધુ 1.68 લાખ કરોડ રૂપિયા નોંધવામાં આવ્યું હતું. જોકે સપ્ટેમ્બર, 2022માં GST કલકેશન 1.48 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application