કોસંબા પોલીસ મથક વિસ્તારમાં LCBની ઓળખ આપી જુગારનો કેસ નહીં બતાવવાનું જણાવી 30 હજાર પડાવનાર ત્રણ ગ્રામ રક્ષક દળ (GRD)ના જવાન સહિત ચારની કોસંબા પોલીસે અટક કરી હતી. પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાની કોસંબા પોલીસને બાતમી મળી હતી કે, LCB પોલીસની ખોટી ઓળખ આપી ગ્રામ રક્ષક દળ ( GRD ) જવાન સહિતની એક ટોળકીએ તરસાડી ગામે જુગારીઓ પકડાતા તેમની સામે કેસ નહીં કરવા અંગે ત્રીસ હજાર રૂપિયા પડાવ્યા હતા.
પોલીસે આ બાતમીના આધારે જયદેવસિંહ અર્જુનસિંહ ઠાકોર ( રહે. મોટી નરોલી, તા. માંગરોળ, જી. સુરત ), વિજય લક્ષ્મણ ભરવાડ (રહે. ભંભોરા પાટિયા, પીપોદરા, તા. માંગરોળ, જી. સુરત ), હિરેન દિનેશ પટેલ ( રહે. મોટી નરોલી, તા. માંગરોળ જી. સુરત ) અને અસલમ ઇસ્માઇલ ભૈયાત ( ડેલા ફળિયું, હથુરણ, તા. માંગરોળ જી. સુરત )ની અટક કરી હતી. પોલીસે ત્રણ GRD જવાનો સહિત ચાર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500