ડાંગના વઘઈમાં આમલેટ અને બિરયાની લારી ઉભી રાખી ધંધો કરતા દુકાનદાર પાસેથી ૫ હજારની લાંચ માંગતા જી.આર.ડી. અને પોલીસ કોન્સ્ટેબલ એસીબીના હાથે ચઢ્યા છે.
મળતી માહિતી અનુસાર એસીબીને ફરીયાદી કરનાર કાલીબેલથી ટેકપાડા જતા રોડની બાજુમાં આમલેટ અને બીરીયાનીની લારી ઉભી રાખી ધંધો કરતા હોય, વઘઈ પોલીસ સ્ટેશન કાલિબેલ આઈટ પોસ્ટ પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ અશ્વીન ગંભીરભાઇ વસાવાએ મહીને રૂપિયા ૧૦,૦૦૦/-ની હપ્તા પેટે લાંચની માંગણી કરેલ.જે રકઝકના અંતે માસિક રૂપિયા ૮,૦૦૦/-આપવાનું નકકી થયેલ. જે પૈકીની ૫,૦૦૦/-ની લાંચની રકમ ફરીયાદીને શુકવારે આપી જવા જણાવેલ.જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ.
જે ફરીયાદીની ફરીયાદના આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિન વસાવા અને જીઆરડી કમલેશભાઇ એવજીભાઇ ગાયકવાડ નાઓ સરકારી વાહનમાં લાંચની રકમ લેવા કાલીબેલ બસ સ્ટોપ ઉપર આવેલ અને પોલીસ કોન્સ્ટેબલએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ જીઆરડીને આપવાનું કહી, સ્થળ ઉપરથી જતા રહેલ અને જીઆરડીએ સ્થળ પરથી લાંચ રકમ રૂપિયા ૫ હજાર સ્વીકારતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો હતો. એસીબીએ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500