GPSC દ્વારા આગામી 26મી માર્ચનાં રોજ લેવાનાર પરીક્ષાઓ પૈકી મદદનીશ ઈજનેર વર્ગ-2ની પ્રાથમિક કસોટી હાલ પુરતી મુલત્વી રાખવાનો નિર્ણય કર્યો છે. આ પરીક્ષાની નવી તારીખ ટુક સમયમાં જાહેર કરવામાં આવશે. આ રદ્દ થયેલી પરીક્ષાની જાણ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ટ્ટિટ કરીને આપવામાં આવી હતી. આ ઉપરાંત આયોગની વેબસાઈટ પર પણ પરીક્ષા રદ્દ થવાની માહિતી મુકવામાં આવી હતી. પરીક્ષાની નવી તારીખ આયોગની વેબસાઈટ પર મુકવામાં આવશે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી 26 માર્ચે મદદનીશ ઈજનેર સિવિલ વર્ગ 2ની પ્રાથમિક કસોટી લેવાનાર હતી જે મોકૂફ રાખવામાં આવી હોવાની જાહેરાત ગતરોજ કરવામાં આવી હતી.
જોકે આ પરીક્ષા ક્યાં કારણોથી મુલત્વી રાખવામાં આવી છે તે અંગે GPSC દ્વારા જણાવવામાં આવ્યુ નથી. આ પહેલા પણ ગુજરાતમાં લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોઈને કોઈ કારણોસર મોકૂફ રાખવામાં આવી હતી. અગાઉ કેટલીક પરીક્ષાઓ લેવાઈ ગયા બાદ તેનું પેપર ફૂટી ગયાનું સામે આવતા પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. હમણા થોડા દિવસો પહેલા જ જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરને ગણતરીની કલાકો બાકી હતી તે પહેલા જ પેપરલીક થયું હતું અને પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application